સોખડા મંદિરમાં તારીખ 6 ના રોજ મારામારીનો બનાવ બનેલો હતો જે બનાવના અનુસંધાને અનુજ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી અને જે ફરિયાદના આધારે વડોદરા પોલીસે અરજીમાં જે વ્યક્તિ પર આક્ષેપો કર્યા છે તેમના પર કામગીરી કરી રહી છે. આજે વડોદરાના એસ.પી સુધીર દેસાઈ એ અનુજ ચૌહાણના મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
અનુજ ચૌહાણ પર સોખડા મંદિરમાં તારીખ 6 ના રોજ થયેલ મારામારીના બનાવની રજૂઆતમાં જણાવ્યા અનુસાર પોલીસે જેટલા વ્યક્તિઓ પર આક્ષેપો કર્યા છે તે તમામ વ્યક્તિઓના નિવેદનો લેવાનું ચાલુ કર્યું છે તેમજ તેઓ તેમના પરિવાર સાથે હાલના તબક્કામાં બહાર ગયા હોય આવશે એટલે તુરંત જ તેમનો પણ સંપર્ક કરવામાં આવશે. ચાર વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરાયો હતો તેમજ પોલીસ તમામ મુદ્દા પર અનુજ ચૌહાણને સાથ આપશે એવું પણ જણાવ્યું છે. અનુજ ચૌહાણનો પરિવાર પોલીસ રક્ષણ માંગશે તો પણ તેને આપવામાં આવશે, તેમના પરિવારને પણ એસ.પી દ્વારા જણાવાયું છે કે કોઈપણ પ્રકારનો ભય કે શંકા ન રાખે જો કોઈપણ બનાવ બનશે તો તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમજ હાલના તબક્કે ગુનો સાબિત થયેલો નથી આથી કોગ્નિઝેબલ ગુનો થશે તો એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. હાલ અનુજ ચૌહાણ દ્વારા આક્ષેપ કરાયેલ વ્યક્તિઓના નિવેદન નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે.