વડોદરામાં કોરોના કાળમાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હોય તેમને પગભર કરવા માટે યુનાઇટેડ વે વડોદરા દ્વારા બ્યુટી પાર્લરનો કોર્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.
યુનાઇટેડ વે વડોદરા દ્વારા કુલ ૧૩ જેટલી મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવી હતી જેમાં આ તમામ મહિલાઓને ચીમનબાઈ ગૃહ ઉદ્યોગ ખાતે ત્રણ મહિનાનો સંપૂર્ણ કોર્સ કરાવવામાં આવ્યો હતો. આ કોર્સ પૂર્ણ થતાં તમામ મહિલાઓ તાલીમ લીધેલી હોય તેઓ વચ્ચે એક બ્રાઈડલ મેકઅપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બ્યુટી પાર્લરની તાલીમ લીધેલી મહિલાઓએ દુલ્હનને શણગારી હતી. આ આ પ્રસંગે તાલીમ પામનાર મહિલાઓનું જણાવવું છે કે ચીમનબાઈ ગૃહ ઉદ્યોગમાં અમોને જે તાલીમ આપવામાં આવેલી છે તે અત્યંત સરાહનીય કાર્ય છે જેના દ્વારા અમો સમાજમાં પગભર થઈ ઊભા રહી શકીશું. કોરોનાના કપરા સમયમાં અમોએ પતિની છત્રછાયા ગુમાવી છે તો પરિવારમાં આર્થિક મુશ્કેલીનો સામનો ના થાય તેના માટે અમોને અહીં બ્યુટી પાર્લર ચલાવવા માટે જે તમામ પ્રક્રિયાઓ કે તાલીમની આવશ્યકતા હોય તે અહીં પૂરી પાડવામાં આવેલ છે.
યુનાઇટેડ વે વડોદરા દ્વારા 13 વિધવા મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમ અપાય.
Advertisement