વડોદરામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને સમા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડયો છે અને અન્ય એક ભાગેડુ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરી “મિશન ક્લીન” નશામુક્ત વડોદરા બનાવવા માટે અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા માટે ગઈકાલે સમા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમી અને હકીકતને આધારે નાર્કોટિક્સ અંગે સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની બાજુમાં જૈન દેરાસરની ગલીમાં ધનુષ્ય સોસાયટી વિભાગ-2 પાસે આવેલ ઝુંપડામાં રેડ કરતા આરોપી અરવિંદ નરસિંહ પ્રજાપતિ હાલ રહેવાસી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની બાજુમાં નાઓને પોલીસે પતરાના ડબ્બામાંથી પ્લાસ્ટિકની થેલીમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો 900 ગ્રામ કિંમત રૂપિયા 9000, ડિજિટલ કાટો કિંમત રૂપિયા 500, મોબાઇલ ફોન કિંમત રૂપિયા 500, પેશન મોટરસાયકલ કિંમત રૂપિયા 10,000 અન્ય સ્ટેપ્લર, પીનના પેકેટ, સેલોટેપ, સીલપેક પતરાનો જુનો ડબ્બો સહિતની પેકિંગની વસ્તુઓ સાથેના મુદ્દામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. આ કેસમાં અન્ય એક આરોપી રેડના સમયે સ્થળ છોડી નાસી છૂટયો હોય ફરાર આરોપી મુકેશ દેવજી સવાણીને પોલીસે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.