વડોદરામાં 2000 વર્ષ જૂનુ પૌરાણીક મંદિરમાં આધુનિક સમય મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ભક્તો ભીડભંજન મારુતિ મંદિર ખાતે આધુનિક રીતે તેલ ચઢાવી શકશે.
વડોદરાના અતિ પૌરાણિક ગણાતા એવા બે હજાર વર્ષ પૌરાણિક મંદિર ભીડ ભંજન મારુતિ મંદિર ખાતે આધુનિક સમય મુજબ તેલ ચઢાવવાની વ્યવસ્થામાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓ બટન દબાવે અને ભગવાનને તેલ ચઢે તેવી વ્યવસ્થા મંદિરના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવી છે. જેમાં ભીડભંજન મારુતિ મંદિર ખાતે પાંચ રૂપિયા, દસ રૂપિયા, વીસ રૂપિયા, પચાસ રૂપિયા અલગ-અલગ બટન દબાવવાથી સ્પીકરમાંથી શ્લોક બોલાય છે સાથોસાથ ભગવાનને તેલ ચઢે છે.
કોરોના કાળ દરમિયાન દર્શનાર્થીઓ અને ભક્ત પણ સુરક્ષિત રીતે ભગવાનને તેલ ચઢાવી શકે તે માટે આધુનિક વ્યવસ્થા મંદિરના વ્યવસ્થાપક દ્વારા ગોઠવવામાં આવી છે.
Advertisement