Proud of Gujarat
FeaturedGujaratINDIA

અભ્યાસમાં રસ ન હોય માતાને મેસેજ કરી વિદ્યાર્થી સુસાઇડ કરવા જતાં વડોદરા સમા પોલીસે બચાવ્યો.

Share

વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવકને અભ્યાસમાં રસ ન હોવાથી ઘરેથી નીકળી માતાને આપઘાત કરવાનો મેસેજ કરનાર યુવકને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સમા પોલીસ સ્ટેશનની ટીમ.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે પોતાના માસીના ઘરે રહી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં રૂપેશ મનોજ ડાવરે નામનો યુવાન વહેલી સવારે કોલેજબેગ લઇને તે કોલેજ જવાનું માસીને કહીને નીકળ્યો હતો. દરમિયાન તેણે પોતાના મહારાષ્ટ્રમાં રહેતી માતાને મોબાઇલ ફોન ઉપર મરાઠી ભાષામાં આપઘાત કરવા માટે જાઉ છું. તેવો લાગણીસભર મેસેજ કર્યો હતો જેમાં જણાવ્યુ હતું કે “સોરી મમ્મી મારે આ કરવું પડે છે. મારું દીમાગ કામ કરતું નથી. આ વિચાર એટલે આવે છે કે હું તમારા કેટલા પૈસા બગાડુ છું. અને પપ્પા અને તું મારા માટે કેટલું બધું કરો છો. પણ મારાથી આ ભણતર થતું નથી અને આ બધુ કહેવાની તાકાત મારામાં નથી. હું ડિપ્રેશનમાં જતો રહેલ છું. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી. મેં ભણવાની બહું કોશિશ કરી, પણ છેલ્લે હું હારી ગયો છું. બસ આટલું જ કહેવું હતું” વહેલી સવારે પુત્રના આવેલા આ મેસેજથી માતા ચોંકી ઉઠી હતી અને વહેલી સવારે પુત્રના આપઘાત કરી લેવાના આવેલા મેસેજથી ચિંતાતૂર બની ગયેલી માતાએ તુરંત જ તેઓની વડોદરા રહેતી બહેનને જાણ કરી હતી અને પુત્રને બચાવી લેવા માટે જણાવ્યું હતું. બહેનનો ફોન આવતા જ તેઓએ સમા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને રૂપેશને બચાવી લેવા માટે વિનંતી કરી હતી. સમા પોલીસ સ્ટશનના પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે તુરંત જ મેસેજના આધારે શી ટીમ તેમજ સ્ટાફના માણસો બોલાવી ટીમો તૈયાર કરી રૂપેશને શોધવા માટે રવાના કરી દીધી હતી. અલગ-અલગ બનાવેલી ટીમો દ્વારા ફાજલપુર મહીસાગર બ્રિજ, રેલવે સ્ટેશન, સયાજીગંજ બસ સ્ટેશન, સેફ્રોન ટાવર, મલ્ટીપ્લેક્ષ, બગીચાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસની એક ટીમને રૂપેશ કમાટીબાગ ખાતેથી મળી આવ્યો હતો અને તેનાં પરિવાર સાથે તેને પહોંચાડી આપેલ અને આ વિદ્યાર્થીને આપઘાતનું પગલું ના ભરવા અંગેની સમજ આપી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક કોસ્ટલ રિઝર્વ ઝોનમાં ફરીથી રેત ખનન શરૂ થતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચનાં વડદલા પાસે ચાકુની ધાર પર લૂંટ કરતા ૪ શખ્સોની પોલીસે કરી અટકાયત … જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!