વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં આજે વિવિધ શાખાના વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે દેખાવો કર્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોરોના કાળમાં પણ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. જ્યારે આ સમયે વિવિધ જગ્યાઓ પર અને વિવિધ સંસ્થાઓમાં શિક્ષણને ઓનલાઇન આપવામાં આવે છે જેને લઇને વિદ્યાર્થીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. વિદ્યાર્થીઓની માંગણી છે કે તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેરના ભયને કારણે સંપૂર્ણપણે શિક્ષણ ઓનલાઇન ચાલુ રાખવું જોઈએ, ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની વિદ્યાર્થીઓ તેમજ વાલીગણની માંગ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજે કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે માંગણીઓ કરી હતી.
અત્રે નોંધનીય છે કે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૯ ના શૈક્ષણિક કાર્યને સંપૂર્ણપણે ઓનલાઇન કરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ માંગણી છે કે કોરોનાના કારણે હાલમાં જે શિક્ષણ ઓફલાઈન આપવામાં આવી રહ્યું છે તે શિક્ષણ અમોને ઓનલાઇન પૂરું પાડવામાં આવે.
વડોદરા : પારૂલ યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણના મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો.
Advertisement