અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સંજીવની અને જીવાદોરી ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (૧૯૬૨) દ્વારા શનિવારે સલાટવાડા વિસ્તારમાં એક બિલાડી સવારે કુતરાની ઝાપટમા આવી ગઈ હતી અને કુતરા એ તેને લગભગ મારી નાંખવાના ઈરાદાથી તેના પેટ અને ગળાના ભાગમા ખૂબ ઈજાઓ પહોંચાડી હતી. આવી હાલતમાં લોહીથી લથપથ હાલતમા એક સ્થાનિક સેવાભાવી વ્યક્તિએ ૧૯૬૨ પર કોલ કરીને બોલાવી હતી.
વાયુ વેગે ૧૯૬૨ એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. બિલાડીના પેટના ભાગના આંતરિક અવયવો જેવા કે આંતરડું પણ બહાર આવી ગયું હતું. આવી હાલતમાં ડો.ચિરાગ પરમાર સાથે પાયલોટ ધર્મેન્દ્ર સિંહ મળીને ડો. ચિરાગે ત્યાં જ બિલાડીની જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા અત્યારે સુધીમાં ૨૪૮૪૧ બિનવારસી અને બિન માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
Advertisement