વડોદરાની સ્પંદન સ્કૂલ ખાતે આજે બૌદ્ધિક ક્ષમતા ધરાવતા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-19 રસી મૂકવામાં આવી હતી.
આજે વડોદરામાં સ્પંદન સ્કૂલ ખાતે 45 થી 50 જેટલા મંદબુદ્ધિના બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. સ્પંદન સ્કૂલના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ ભરત દેસાઇએ આ તકે જણાવ્યું હતું કે આજે અહીં માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 18 વર્ષ સુધીના સાઈ રેસીડેન્સી અને અર્પણના મંદબુદ્ધિના બાળકોને પણ વેક્સિનેશન અપાયું છે. જેમાં 40 થી 50 જેટલા માનસિક ક્ષતિ ધરાવતા કે શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકો એ આજે અહીં કોરોનાથી બચવા માટે વેક્સિન લીધું છે. આ ઉપરાંત તેઓ અન્ય બાળકોને જણાવે છે કે માનસિક ક્ષતિ કે શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકો જો વ્યક્તિને લેતા હોય તો સામાન્ય બાળકો એ સમજવું જોઈએ કે તેઓ સતત ગ્રુપ કે ટોળામાં રમતા હોય છે ત્યારે તેમના માટે વેક્સિન લેવું અત્યંત આવશ્યક બને છે.