વડોદરામાં બ્રેઈન હેમરેજ થયેલ યુવતીના પરિવારજનોએ અંગદાન કરતા તાત્કાલિક પ્લેનથી ગ્રીન કોરિડોર મારફતે કિડની, હાર્ટ, લીવર, આંખ સહિતના અવયવો અમદાવાદ અને જગ્યા ઉપર ડોનેટ કરવામાં આવ્યા હતા.
વડોદરામાં ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ દર્દી ધુનાલી પટેલ તેઓને બ્રેઈન હેમરેજ થઈ જતા તેમનું મૃત્યુ થવાથી પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવાતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા અંગદાનના તમામ અવયવો કિડની, હાર્ટ, લીવર, આંખ, લંગ સહિતના અવયવો ગ્રીન કોરિડોર મારફતે ભાઈલાલ અમીન હોસ્પિટલથી દુમાડ ચોકડી અને હરણી એરપોર્ટ ખાતે તાત્કાલિક જ ખૂબ જ ઓછા સમયમાં વિના વિલંબે પહોંચતા કરવામાં આવ્યા. ધુનાલીના પરિવારજનોએ બ્રેઈનડેડ યુવતીના અંગોનું દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન આપ્યું છે ત્યારે તેમના અંગોમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ઓર્ગન ડોનેટ કરાયા હતા આથી તરત જ એ.એસ.આઈ વજીરમહમદ શેરમહમદ રાવ તાત્કાલિક પાયલોટિંગ માટે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ડોક્ટરની ટીમ સહિત એમ્બ્યુલન્સને હરણી એરપોર્ટ તથા દુમાડ ચોકડી ખાતે પહોંચતી કરવામાં આવી હતી અને તાત્કાલીક ખુબ જ ઓછા સમયમાં ત્રણેય જગ્યાએ વિના અડચણે અંગો પહોચાડવામા આવેલ હતા.