કરજણ તાલુકાના વલણ ખાતે આવેલી હાઇસ્કૂલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સેવસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત કરજણ ખાતે પણ સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો હતો. આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ચાર ગામોના ૧૮૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે માં અમૃત્તમ કાર્ડ, જાતિના દાખલા, વિધવા સહાય પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
કરજણના મામલતદાર એન.કે. પ્રજાપતિએ સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે એ માટે અનુરોધ કર્યો હતો. સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સત્તાધીશોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement