Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસની ઈજ્જતના ધજાગરા : વડોદરા પોલીસ દ્વારા પાસા હેઠળ બુટલેગરની અટકાયત કરાઇ પરંતુ આરોપી પાસે મોબાઈલ અને તે પણ રણકતો…?

Share

વડોદરા પોલીસના ઈજ્જતના ધજાગરા થાય તેમજ તેમના દ્વારા પાસાના આરોપીને કેટલી સગવડ આપવામાં આવી રહી છે તેની પોલ ખુલી ગઈ હતી. પાસાના આરોપીને પકડ્યો તો ખરો અને ફોટો સેશન પણ કર્યુ. પરંતું પાસાના આરોપી પાસે હાથમાં મોબાઈલ જણાયો અને તે પણ મોબાઈલની સ્ક્રીન લાઈટ ચાલુ છે તે જોતા વડોદરા પોલીસ પાસાના આરોપીને કેટ કેટલી સગવડ આપે છે તે બાબત સ્પષ્ટ બનતા આ બાબતોએ પોલીસની બંધ મુઠ્ઠી ખોલી નાખી છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ હસ્તગત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા એમ.એસ.ભરાડા, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા સુધિરકુમાર દેસાઇ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીની અસામાજીક પ્રવૃતી આચરતા ઇસમો ઉપર પાસા જેવા કાયદા હેઠળ પગલા લેવા અંગે જીલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી વધુમાં વધુ પાસા દરખાસ્તો કરવા અંગે સુચના આપવામાં આવેલ હતી જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા ધ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાને પાસા દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. ભારતીય બનાવટના વિદેશી દારૂના ગણનાપાત્ર કેસમાં સંડોવાયેલ આરોપી સંજય જયંતીભાઇ મોદી રહે. જહાંગીરપુરા સુરતના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ વડોદરા તરફ મોકલી આપવામાં આવેલ જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટે મંજુર કરી જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ હતો જે પાસા અટકાયતીને એલ.સી.બી. ટીમ દ્વારા હસ્તગત કરી આરોપીને જામનગર જીલ્લા ખાતે મોકલી આપવા અર્થે આગળની કાર્યવાહી માટે વાઘોડીયા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર.

ProudOfGujarat

લીંબડીના જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય

ProudOfGujarat

માંગરોળ-ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાક, લગ્ન પ્રસંગ અને ઈંટ ઉદ્યોગકારોને વ્યાપક નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!