Proud of Gujarat
GujaratFeaturedINDIA

હવે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ હાઇવે, વડોદરા-કીમ અને વડોદરા-દીલ્હી એક્સ્પ્રેસ હાઇવેનું આવતા મહિને કામ શરૂ…

Share

 
વડોદરા: કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયા શનિવારે વડોદરા આવ્યા હતા અને વડોદરા મુંબઇ એકસપ્રેસ વેના વડોદરા કીમ એકસપ્રેસ વે અને દિલ્હી વડોદરા એકસપ્રેસ વેનું કામ આગામી મહિનામાં શરૂ થઇ જશે અને 2 વર્ષમાં કામ પૂરું થઇ જશે તેવી જાહેરાત કરી હતી. તદુપરાંત, હરણી એરપોર્ટનો રન વે લંબાવવા માટે હાઇવે અંડર પાસ કરાવવા માટે હાઇવે મંત્રાલય તરફથી લીલી ઝંડી આપી હોવાની સાથોસાથ તેના માટે અન્ય વિભાગો સાથે સંકલન કરી રિપોર્ટ મેળવવા માટે કન્સલ્ટન્ટ નિમવાની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી.
જાહેરાત નંબર -1

ગુજરાતને મળશે 3 નવા એકસપ્રેસ વે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ નવા એકસપ્રેસ વે બનાવવાનું ભારત સરકારે આયોજન કર્યું છે.જેમાં,દિલ્હી વડોદરા 854 કિલોમીટરની લંબાઇમાં એકપ્રેસ વે બનાવવા માટે રૂા.21125 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ કામ ઓકટોબર મહિનાથી શરૂ કરીને બે વર્ષમાં એટલે કે ઓકટોબર 2020 સુધીમાં પૂરું કરી દેવાનો લક્ષ્યાંક છે. દિલ્હી વડોદરા એકસપ્રેસ વેનો 148 કિલોમીટરનો ભાગ ગુજરાતના દાહોદ,ગોધરા અને વડોદરામાંથી પસાર થશે અને તેના કારણે ગોધરાથી સીધા અમદાવાદ જવામાં સરળતા રહેશે.

Advertisement

તેવી જ રીતે,વડોદરા મુંબઇ એકસપ્રેસ વે પૈકી ગુજરાતમાંથી પસાર થતા વડોદરા કીમ એકસપ્રેસ વેનું 125 કિલોમીટરની લંબાઇનું કામ રૂા.8741 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પાંચ પેકેજમાં સોંપવામાં આવેલ છે.આ કામ પણ ઓકટોબર-નવેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ ધોલેરા સર સુધી પણ 110 કિલોમીટરની લંબાઇમાં રૂા.7700 કરોડના ખર્ચે એકસપ્રેસ વે બનાવવામાં આવનાર છે અને તેનું કામ વર્ષ 2022-23 સુધીમાં પૂરુું કરવાનો લક્ષ્યાંક છે.ગુજરાતમાંથી કુલ 650 કિલોમીટરનો એકસપ્રેસ વે પસાર થશે અને સૌથી વધુ લંબાઇ દેશમાં રહેશે.આ એકસપ્રેસ વેના નિર્માણથી પરિવહનમાં ઝડપતા આવશે અને મુસાફરીના હાલના સમયમાં અંદાજે 40 થી 50 ટકાની બચત થશે.
વડોદરા સહિત ત્રણ જિલ્લાની જમીન સંપાદિત
દિલ્હી વડોદરા એકસપ્રેસ વે વડોદરા,ગોધરા અને દાહોદ જિલ્લામાંથી પસાર થશે. ગુજરાતમાંથી પસાર થનારા 148.54 કિલોમીટરના આ પ્રોજેકટ માટે વડોદરા,દાહોદ અને પંચમહાલમાંથી 89 ગામોની 1781 હેકટર જમીન સંપાદિત કરવા પાછળ રૂા.11000 કરોડના ખર્ચાનો અંદાજ મૂકાયો છે.

બીજું શું બોલ્યા માંડવિયા

-આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોના કારણે પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને જ્યારે ઘટ્યા હતા ત્યારે તેના ભાવો ઘટ્યા હતા.

-આઝાદી મળ્યાથી 2014 સુધીમાં દેશમાં 92 હજાર કિલોમીટર નેશનલ હાઇવે હતા અને છેલ્લાં ચાર વર્ષમાં બીજા 35000 કિલોમીટર હાઇવે બન્યા અને બીજા 53500 કિલોમીટર રાજમાર્ગો બની રહ્યા છે.
-સર્વગ્રાહી નિર્માણ યોજના બનાવી રાષ્ટ્રીય ધોરી માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
-ખેડૂતોને જંંત્રીના દર કરતાં વધુ ભાવ ચૂકવાય છે અને બળજબરીથી કોઇ જમીન લેવાની નથી
-એક વિસ્તારમાં જુદા જુદા જંત્રીના ભાવની ફરિયાદ હશે તો મહત્તમ વળતર ચૂકવાશે.
-ઇનલેન્ડ વોટરવેઝના વિકાસ માટે નર્મદા-તાપી-સાબરમતીની ઓળખ કરવામાં આવી છે એ દરિયા કાંઠે શિપિંગની સાથે પ્રવાસી પરિવાહન સંકલિત સુવિધાઓને વેગ અપાશે….સૌજન્ય


Share

Related posts

અંકલેશ્વર : ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

ProudOfGujarat

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

હાલોલની કલરવ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વેની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!