વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા છે જેના કારણે અવારનવાર પશુઓ કે વાહન ચાલકો ગટરમાં ગટરમાં પડી જાય છે તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા જાગૃત નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો છે.
વડોદરાના વોર્ડ નંબર 10 મા પશ્ચિમ વિસ્તારમાં સુરેશ ભજીયા સામે રોડ પર ખુલ્લી ગટરો આવેલી છે જેના ઢાંકણું તૂટેલુ હોય આજે સવારે અહીંથી પસાર થતા રાહદારી મહિલાને એકટીવા લઈને જતા ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાથી એક્ટિવા ચાલક મહિલા અચાનક જ ગટરમાં ખાબક્યા હતા જેના કારણે તેઓને ઘૂંટણમાં ઈજાઓ થઈ છે અને તેની ગાડીમાં પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ વિસ્તારની ગટરો વિશેની અનેક રજૂઆતો વડોદરા કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓને કરવામાં આવી છે તેમ છતાં વડોદરાના અધિકારી ભવિષ્યભાઈ દ્વારા ગટરના ઢાંકણાની કામગીરી હાથ ધરાય છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની ખુલ્લી મીલીભગત હોય તેવું વારંવાર બનતા બનાવોને કારણે લોકમુખે ચર્ચાઇ છે જે સવારે બનેલી ઘટનામાં વરસાદ વિકાસના કારણે ગટરનું ઢાંકણ તૂટેલું હોય અને રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેમ છતાં જાડી ચામડીના વડોદરાના સત્તાધીશો અધિકારીઓ પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા અનેક સવાલો અહીંથી પસાર થતાં રાહદારીઓના મુખે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
વડોદરામાં ગટરોના તૂટેલા ઢાંકણાઓના કારણે રાહદારીઓને પરેશાની.
Advertisement