Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : માનસિક તણાવમાં રહેતા યુવકે અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી મોતને વ્હાલું કરવા નદીમાં લગાવી છલાંગ.

Share

વડોદરા શહેરમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ અત્યાર સુધી ત્યાં અવારનવાર અકસ્માતો થતા હોય સાથે અકસ્માત બ્રિજ તરીકે ઓળખાતો હતો પરંતુ આજે બનેલી ઘટના બાદ આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ બ્રિજ તરીકે પણ ઓળખાય શકે છે. આજે બપોરના સમયે બાઈક સવાર યુવક ત્યાંથી પસાર થતાં અચાનક જ બાઈક રોકી અને વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં કૂદી પડ્યો હતો. આ યુવકે સ્યુસાઇડ કરવાના ઇરાદાથી બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી છલાંગ લગાવતાની સાથે જ વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોએ તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ કે પોલીસને થાય તે પહેલાં જ અહીંના સ્થાનિક રહેવાસીઓએ યુવકને બચાવી બહાર કાઢ્યો હતો અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આ યુવકને સારવાર અર્થે ખસેડયો હતો. આ ઘટના જોઇ અહીંથી પસાર થતાં વાહનચાલકો એક સમયે થંભી ગયા હતા અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ યુવકની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ હોય આથી યુવકે વિશ્વામિત્રી નદીમાં કૂદકો માર્યો હોય અને મોતને વહાલુ કરવા આ યુવક નદીમાં કૂદી ગયો હતો પરંતુ સ્થાનિકો દ્વારા યુવકનો બચાવ કરતાં તેનો જીવ બચી ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

ProudOfGujarat

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે મુંબઈ મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને ગફલત કરતી ગેંગને રંગે હાથ ઝડપી પાડી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રીક્ષાના ટાયરોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!