કોરોના કેસની સંખ્યા સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન વધતી જાય છે આ કોરોનાના વધી રહેલા ખતરામાં વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવનારા એક મહિના સુધી સંપૂર્ણપણે સાવચેતી રાખવી, કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન કરવું, લગ્ન સમારંભો, સામાજિક મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો, રાજકીય મેળાવડા જેવા કાર્યક્રમોથી બને ત્યાં સુધી દૂર રહેવું.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વડોદરા દ્વારા લોકોને બને ત્યાં સુધી ઘરની બહારથી આવી તુરંત હાથને સાફ કરવા તેમજ બને ત્યાં સુધી વધુ પડતા સામાજિક મેળાવડાઓ અને ભીડ ઉત્પન્ન થતી હોય તેવી જગ્યા ઉપર જવાનું ટાળવું, બિનજરૂરી બહાર ન જવું, કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે આપણે ખુદ સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. લોકોએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સહિતના અનેક મુદ્દાઓ સાથે વડોદરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોરોનાથી બચવા માટે લોકોને અપીલ કરાઇ છે.