વડોદરા ખાતે બહુધા મરાઠી સમાજનો બહોળો વર્ગ આવેલો છે. જેનું વડોદરા નગરીના વિકાસમા યોગદાન રહેલું છે. જેમાં ખાસ કરીને વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજનું પણ નોંધપાત્ર યોગદાન છે. મરાઠી શીમ્પી સમાજ ઘણા વર્ષોથી સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિ કરે છે. જેમાં કોરોના કાળમાં ગયા વર્ષે વડોદરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબો અને શ્રમજીવીઓને કડકડતી ઠંડીથી બચવા સમાજના યુવકોની ટીમ દ્વારા ધાબળાનું સફળ વિતરણ કર્યા બાદ ચાલુ વર્ષે પણ શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજના સહયોગથી યુવા ટીમના કાર્યકરોએ સમાજના દાતાઓ અને યુવાટીમ દ્વારા સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલ અંતરિયાળ ગામ ગોલાગામડી ખાતે પહોંચી 50 જેટલી વિધવા બહેનોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુવાટીમના સદસ્યો ભાષ્કર જગતાપ, રાહુલ શીમ્પી, કપિલ જગતાપ, કમલેશ શીમ્પી, નિલેશ જાદવ વગેરે સદસ્યોએ ધાબળાનું વિધવા બહેનોને વિતરણ કર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા