અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયની પુત્રી હેલીને તેની શાળા અંબે વિદ્યાલય,માંજલપુર ખાતે રસી મૂકવામાં આવી હતી.આ અંગે તેમણે જણાવ્યું કે તરુણ રસીકરણ સલામત છે, કોરોના સામે રક્ષણમાં ઉપયોગી છે એટલે જેમના સંતાનો ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના હોય એવા વાલીઓ તેમના સંતાનોને અચૂક રસી મુકાવી લે.
વિવિધ શાળા કેન્દ્રો ખાતે રસી લેવા આવેલા તરુણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. નીર, અપર્ણા, મયુશા અને હિમેશે એક સંવાદમાં જણાવ્યું કે રસી આપવામાં આવી ન હોવાથી અમારા વાલીઓ અમને શાળામાં મોકલતા ડરતા હતા. અમે વર્ગો ભરતાં પણ અમને ઉચાટ રહેતો હવે રસી લેવાને પગલે વાલીઓ અમને અચકાટ વગર શાળાએ મોકલશે અને અમે પણ કોરોનાના ડર વગર ભણી શકીશું. રસી લેવાથી કોઈ વિપરીત અસર અમને જણાઈ નથી.
Advertisement