નાની મોટી બાબતોને લઈને થતા ઝગડાના પગલે યુવક યુવતીઓ ઘર છોડી નીકળી જતા હોય છે આવી જ રીતે ઘર છોડી નીકળેલ યુવતીનું ફતેહગજ સી ટિમ પોલીસે કુટુંબ સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે વિગતે જોતા વડોદરા પો.કમિ. ડો.સમશેરસિંધ તથા અધિક પો.કમિ. ચીરાગ કોરડીયા તથા ના.પો.કમિ. ઝોન-૦૧ દિપક મેઘાણી તથા .પો.કમિ. એ”ડીવીજન પી.એચ.ભેસાણીયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ પો.ઇન્સ.શ્રી એ.બી.જાડેજાની દોરવણી હેઠળ ફતેહગંજ શી-ટીમ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમીયાન ફતેગંજ સેન્ટ. જેમ્સ ચર્ચ(સી.એન.આઇ.) ખાતે એક કિશોરી એકલી ગુમસુમ હાલતમા બેસેલી જોવા મળેલ હતી જેથી ફતેહગંજ શી ટીમ ૦૧ દ્વારા તેને મળી પુછ્તાજ કરતા જાણવા મળેલ કે, કિશોરી નુનામ કૈલાશબેન વિનુભાઇ નાયકા ઉ.વ.૧૬ રહે, નિશાળ ફળીયુ ગામ- કોઠારા તા.જી. છોટાઉદય પુર આજરોજ ઘરે તેના ભાઇ મોટા ભાઇ જોડે બોલાચાલી થતા તથા તેમના પપ્પા થકી નજીવો ઠપકો મળતા કિશોરીને લાગી આવતા પોતાના ઘરેથી સવારે ક.૧૧/૩૦ વાગ્યા આસપાસ કોઇને કહ્યા વગર બસમા બેસી સાથે રૂ.૪૦૦/- પુરા રાખી વડૉદરા ખાતે આવી પોહચી હતી અને ત્યારબાદ ફતેગંજ વિસ્તાર ખાતે આવેલ ફતેગંજ સેન્ટ. જેમ્સ ચર્ચ (સી.એન.આઇ.) ચર્ચ પાસે મળી આવેલ જેથી તેના વાલીવારસનો સંપર્ક કરી ફતેહગંજ પોલીસ સ્ટેશન રૂબરૂમા કિશોરી કૈલાશબેનને તેના મા-બાપ સાથે મેળવી બન્ને વચ્ચે શી ટીમ ના કર્મચારી દ્વારા સુખદ સમાધાન કરાવી કિશોરીને હેમખેમ તેના માતા-પિતાને પરત સોપેલ છે.
વડોદરા : ઘર છોડી આવેલી યુવતીનું ફતેહગંજ સી ટીમે કુટુંબ સાથે મિલન કરાવ્યું.
Advertisement