Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓની કલેકટરે સમીક્ષા કરી.

Share

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના અનુસંધાને જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે શહેર આરોગ્ય તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્ર અને ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલની પૂર્વ તૈયારીઓ અને સુસજ્જતાની સમીક્ષા કરી હતી તથા તમામ તંત્રો અને સુવિધાઓ તેમજ જરૂરિયાતોને વણી લેતો અહેવાલ સંકલિત રીતે તૈયાર કરવા સૂચના આપી હતી. બંને અધિકારીઓએ સયાજી હોસ્પિટલ ખાતે બેઠક યોજીને પરિસ્થિતિ અને સજ્જતાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન,સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર, ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.વિશાલા, વિવિધ વિભાગોના વડાઓ, વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.સહિત વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહીને પોતાના વિભાગોની સજ્જતાની રૂપરેખા આપી હતી.તેના અનુસંધાને વર્તમાન સ્થિતિ અને જરૂરિયાતોનો સંકલિત અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.

વધુ જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે બેઠકમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડની સંખ્યા, કાર્યરત હાલત, ઉપલબ્ધ તબીબી સાધન અને ઉપકરણો,જરૂરિયાત સહિતની બાબતોનો સર્વગ્રાહી પરામર્શ કરવામાં આવ્યો હતો. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે બેઠકમાં મેડિકલ તેમજ અન્ય સહાયક મેન પાવરની પરિસ્થિતિ અને જરૂરિયાત,મેડિકલ ઇકવિપમેન્ટ, લોજિસ્ટિક વિષયક જરૂરિયાતો,બાળકો સંક્રમિત થાય તો તેમની સારવાર માટેની વ્યવસ્થાઓ, સમરસ હોસ્ટેલ ખાતે સેટેલાઇટ હોસ્પિટલ માટેની સજ્જતા જેવી બાબતોનો પરામર્શ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

ProudOfGujarat

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નડિયાદની ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!