અટલબિહારી બાઝપાઈના જન્મ દિન નિમિત્તે સુશાસન દિવસે કરજણ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ૬ મહિલાઓને અટલ બાઝપાઈ એવોર્ડથી કરજણ એપીએમસી ખાતે સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારો પ્રમુખ મનીષા બેન કંસાર, હોદેદારો, તાલુકા ઉપ પ્રમુખ સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અંગણ વાડી બહેનો, આશા વર્કરો, આરોગ્ય કર્મચારીઓ, તાલુકાના મહિલા સદસ્યો તેમજ સરકારી યોજનાને ગ્રામ્ય સ્તર સુધી લઈ જનાર કર્મચારીઓને એવોર્ડથી ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
Advertisement