પાણીગેટ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. આ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો બખૂબી ઉપયોગ કરીને નાગરિકોના ૯ જેટલાં ગુમ થયેલા મોબાઈલની ભાળ મેળવવામાં આવી હતી. અંદાજે રૂ.૧.૬૬ લાખની કિંમતના અને જુદી જુદી કંપનીઓના આ મોબાઈલ મૂળ માલિકોને પરત મળતાં આનંદની લાગણી વ્યક્ત કરવાની સાથે ટીમની કામગીરીને બિરદાવી હતી. ઝોનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.જી.પાટિલે ટીમની કામગીરીને બિરદાવી છે. શહેર પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોને મદદરૂપ બનવાની સૂચના આપવામાં આવી છે જેના હેઠળ આ પ્રકારની કામગીરી પાણીગેટ પોલીસ મથક દ્વારા સતત કરવામાં આવી રહી છે.
Advertisement