Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસીસના બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી : બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત.

Share

– બે વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ ઉભું થતા છુટા હાથની મારામારીમાં બે ઘાયલ

વડોદરા શહેરના સયાજીગંજ અલંકાર ટાવર બહાર બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો મળ્યા છે.આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ બનાવની મળતી વિગતો અનુસાર વડોદરાના સયાજીગંજ અલંકાર ટાવર પાસે આવેલા એક ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોય તેવું જાણવા મળ્યું છે. બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતનો ખાર રાખી બંને જૂથના વિદ્યાર્થીઓ બાખડયા હતા. બંને પક્ષ વચ્ચે છુટા હાથની મારામારી થતાં આ આ કેસમાં બે વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. આ સમગ્ર જૂથ અથડામણમાં એક જૂથના વિદ્યાર્થીઓએ ઘર્ષણ ઉભું કર્યું હોય અને બંને જુથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ સયાજીગંજ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસ પર પહોંચી હતી અને હુમલો કરનાર વિદ્યાર્થીઓની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે માર્ગ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજયુ

ProudOfGujarat

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોને સહાય કરવા કોવિડ-19 યાત્રા શરૂ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બાતમીના આધારે ટ્રક ભરી દારૂ પકડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!