કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતાં વડોદરાના આરોગ્ય વિભાગમાં એસ.એસ.જી હોસ્પિટલનુ તંત્ર સફાળું જાગ્યું છે અને હોસ્પિટલમાં બેડ, આઇ.સી.યુ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.
ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં તેમજ ઓમિક્રોનના દર્દીઓ પણ દેખા દેતા વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના નોડલ અધિકારી ડો. ઓ.બી.બેલીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના ખતરા વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા ૩૫ આઇ.સી.યુ બેડ, 10 સેમી આઇ.સી.યુ બેડ સાથે ૪૫ જેટલા બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ઓક્સિજન વેન્ટિલેટર સહિતની તમામ સુવિધા સાથે 400 મોનિટર અને 500 ઓક્સિજન બેડ સહિત 150 વેન્ટિલેટર ઉપલબ્ધ કરી એસ.એસ.જી હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.