Proud of Gujarat
FeaturedGujaratINDIA

તારીખ પે તારીખ… તારીખ પે તારીખ…… અદાલતની આવી રીતરસમના પગલે આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ.

Share

એક પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ અને તેથી કંટાળેલા આરોપીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં હતો. આવા ખુબ જ સંવેદનશીલ ઘટનાની વિગત જોતા વડોદરા શહેરમાં આવેલ દિવાળીપુરા કોર્ટમાં આજરોજ ગોવિંદભાઈ દિનેશભાઈ ઠાકોર દ્વારા ભરણપોષણના કેસમાં વારંવાર કોર્ટના ધક્કા ખાઇને કંટાળીને આજરોજ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ ભરણપોષણના કેસમાં સામેવાળા પક્ષ અને ટૂંક સમય પહેલા દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા ત્યારબાદ ફરીથી તારીખ 20 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા સાથે ગોવિંદભાઈ દિનેશભાઈ ઠાકોર દ્વારા ભરણપોષણના કેસમાં 28 દિવસ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવીને આવ્યા હતા પરંતુ વારંવાર તારીખના કારણે માનસિક રીતે હેરાન પરેશાન થઇ ગયા હતા સાથે તેઓએ પોતાનું ઘર રૂ. 24 લાખમાં વેચાણ કરવા માટે પણ નક્કી કર્યું હતું પરંતુ ઘર ન વેચાતા ગોવિંદભાઈ દિનેશભાઈ ઠાકોર માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આજરોજ 108 દ્વારા ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા : શૈલેષભાઈ ઠાકરની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા ખાતે સરકારી યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતામાં જલ્દી જમા થાય તે હેતુથી તંત્રને આવેદન.

ProudOfGujarat

ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને દ્વારા ભાવ વધારાથી લોકોમાં મોંઘવારીનો માર વધ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!