વડોદરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.સી.બી એ દરોડો પાડયો છે ત્યારે આ વિસ્તારમાં ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે જેમાં ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
વડોદરાના વારસિયા નજીક આવેલ મધુ નગરમાં પી.સી.બી એ દરોડો પાડી ગેસ ચોરીની અને કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ વિસ્તારમાં ડોમેસ્ટિક ગેસ બોટલમાંથી ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરવામાં આવતો હોય અને ગેસની કિંમત કરતાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોય તેવી વિગતો જાણવા મળી છે. આ વિસ્તારમાં ડોમેસ્ટિક ગેસ બોટલમાંથી ચોરી કરી અને કોમર્શિયલ બોટલમાં ભરીને આ પ્રકારની 100 થી વધુ બોટલો પોલીસે કબજે કરી છે અને આ કેસમાં પોલીસે ૪ થી વધુ આરોપીઓની અટકાયત કરી આગળની પુછતાછ હાથ ધરી છે. ગેસ ચોરી કરી કાળા બજાર કરતા આરોપીઓની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. આખરે ગેસ ચોરીના કાળા કૌભાંડમાં કેટલાક શખ્સો સામેલ છે?? કેવી રીતે કામ કરે છે ? અને ગેસને ચોરી કરી ઊંચા ભાવે તેનું વેચાણ કરવામાં આવે છે તે સમગ્ર મામલે પોલીસે તજવીજ હાથ ધરી છે.
વડોદરામાં ગેસ ચોરી અને કાળા બજારનું કૌભાંડ ઝડપાયું : ચાર શખ્સોની કરી અટકાયત.
Advertisement