વડોદરા એસ.ઓ.જી. ની ટીમે બાતમીના આધારે હથિયારની હેરાફેરી કરતાં ત્રણ શખ્સને ઝડપી પાડયા છે.
વડોદરાના પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા દ્વારા ગેરકાયદેસર શાસ્ત્રોના ઉત્પાદન, હેરાફેરી ઉપયોગ, સંગ્રહ સહિતની પ્રવૃત્તિને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે તા.26/2/21 ના રોજ એસ.ઓ.જી. ની ટીમની પોલીસ સધન ચેકિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ડભોઇ વેગા ચોકડી વડોદરાથી છોટાઉદેપુર રોડ, બ્રીજના છેડે ત્રણ ઇસમો પોતાના કબ્જામાં દેશી હાથ બનાવટની માઉઝર પીસ્તોલ લઇને આવનાર છે જેથી પોલીસે છોટાઉદેપુર રોડના છેડા પાસે પહોંચી ગેરકાયદેસર હથિયાર રાખનાર ત્રણ શખ્સો (1) નિલેશ રમેશભાઇ રાઠવા રહે.ભોરદા ગામ તા.જી છોટાઉદેપુર, (2) રાકેશ મગનારામ જાટ હાલ રહે.સિંધરોટ ગામમાં વોટર ફીલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તા.જી.વડોદરા મુળ રહે.સુરાણી ગામ થાણા, બાલેસર જી.જોધપુર રાજ્ય, રાજસ્થાન (3) સત્યનારાયણ મુલારામજી જાટ હાલ રહે.સિંધરોટ ગામમાં વોટર ફીલ્ટર પ્લાન્ટની ઓરડીમાં તા.જી.વડોદરા મુળ રહે. ખેરાજગઢ – જાટીબાડુ ગામ થાણા.શેરગઢ જી.જોધપુર રાજ્ય.રાજસ્થાન નાઓને એસ.ઓ.જી પોલીસે દેશી હાથ બનાવટની માઉઝર પીસ્તોલ નંગ ૨ જે એક પીસ્તોલની કિ.રૂ ૧૫,૦૦૦ / – લેખે નંગ ૦૨ પીસ્તોલ કુલ કિ.રૂ. ૩૦,૦૦૦ /- ની સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.