Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમાઈ દ્વારા સાસુની નિર્મમ હત્યા… જાણો ક્યાં..??

Share

વડોદરાના માંજલપુર વિસ્તારમાં જમાઈ દ્વારા સાસુની નિર્મમ હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ જમાઈ જાતે પોલીસ મથક ખાતે ઉપસ્થિત થઈ ગુનાની કબૂલાત કરિ હતી પરંતું ક્યા સંજોગોમાં અને ક્યા કારણોસર જમાઈએ સાસુની હત્યા કરી તે રહસ્ય હજી અકબંધ છે.

સંસ્કારી નગરી એવી વડોદરા નગરી ખાતે પણ રહસ્યમય બનાવો બની રહ્યા છે જેમ કે વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં જમાઈ દ્વારા સાસુની નિર્મમ હત્યા કરાઈ હોવાની ઘટના સપાટી પર આવતા પોલીસ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું. જમાઈ અને સાસુ વચ્ચે એવા કેવા અનબનાવ સર્જાયા હતાં કે જમાઈએ સાસુની હત્યા કરી. સાસુ સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી અને તે પણ જમાઈ વિશાલ અમીન દ્વારા જ હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ જમાઈ જાતે જ પોલીસ મથક ખાતે હાજર થઈ પોતે કરેલ હત્યાની કબૂલાત કરી હતી. હત્યાની ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોહોંચ્યાં હતાં તેમજ આ ચોંકાવનારા બનાવની તપાસનો આરંભ કર્યોં હતો સાથે જ પોલીસ દ્વારા પાડોશીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કેવી રીતે બને છે આકાશમાં વીજળી, જમીન પર પડીને કઈ રીતે જીવલેણ બને છે

ProudOfGujarat

નડિયાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષા પે ચર્ચા-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!