વડોદરામાં આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી ડોક્ટર રઘુ શર્માની આગેવાની હેઠળ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન બેઠકમાં વડોદરા સીટી રૂરલ અને આસપાસના વિસ્તારોમાં નેતા અને પ્રમુખની નિમણૂક કરાઈ હતી.
વડોદરા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારોમાં ગઈકાલે કોંગ્રેસની ચિંતન બેઠક યોજાઈ હતી. આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ગુજરાતના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા AICC ના સેક્રેટરી વિશ્વરંજન મોહંતી, ગુજરાત કોંગ્રેસના હાર્દિક પટેલ સહિતના આગેવાનો તેમજ વિપક્ષી નેતા આ ચિંતન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાતના પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપખુદશાહીની સરકાર છે જે ભારતના બંધારણને પણ ધ્યાનમાં નથી લેતી કે કોઈપણ પ્રકારના જ્યુડિસરી નિયમોને પણ નથી પડતી જેમાં તાજેતરમાં કોરોના અને ઓમિક્રોનના કારણે જાહેર સભાઓ કે વધુ પડતાં મેળાવડાઓ યોજવાની અન્ય પક્ષોને મંજૂરી મેળવવી પડે છે પરંતુ ભાજપના કાર્યક્રમોમાં સંખ્યાબંધ લોકો કોરોનાના નિયમોનો ઉલાળીયો કરીને એકઠા થતા હોય છે આ તે કેવી આપખુદશાહીની સરકાર છે કે જેમાં અન્ય પક્ષોને રેલી જાહેર સભા કે મેળાવડાની મંજૂરી પણ નથી મળતી અને ભાજપા હજારોની સંખ્યામાં જાહેર મેળાવડાઓ યોજે છે ત્યાં કોરોનાનો ખતરો શું નથી નડતો??? તેમજ અસિત વોરા પેપર લીક મુદ્દો પણ ભારતીય જનતા પાર્ટી મોટી માછલીઓને સરકાર બચાવતી હોય તેવા આક્ષેપો સાથે પેપર લીક કૌભાંડ પણ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષીને તેઓ જણાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં 125 થી વધારે બેઠકો પર જીત મેળવશે તેઓ દાવો કર્યો છે.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષીનેતા સુખરામ રાઠવા અને એઆઇસીસીના સેક્રેટરી વિશ્વ રંજન મોહન સહિતના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.