Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ચોરીની બેટરી વેચવા ફરતાં બે ઇસમોને પકડી પાડતી કારેલીબાગ પોલીસ.

Share

વડોદરા પંથકમાં બેટરી ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે કારેલી બાગ પોલીસને ચોરીની બેટરીનું વેચાણ કરવા ફરતા બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી. ચોરીની બેટરી વેચવા ફરતા બે ઈસમો ઝડપાયા હોવાની આ ઘટનાની વિગત જોતા વડોદરા શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર તરફથી શહેરમાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ અસરકારક કામગીરી કરવા સુચના મળેલ હોય તથા નાયબ પોલીસ કમિશ્નર વડોદરા ઝોન – ૪, તથા મદદનીશ પોલીસ કમિશ્નર ‘એચ’ ડીવિઝન નાઓએ હાલમા ખ્રીસ્તી નવા વર્ષનો તહેવાર ચાલતો હોય અસરકારક પેટ્રોલીંગ કરતા કોઇ મીલ્કત સંબંધી ગુનાઓ ન બને તથા મીલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર. વી.એન, મહિડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસો દ્વારા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતાં દરમ્યાન અપોકો વનરાજસિંહ નરેન્દ્રસિહ તથા અપોકો વનરાજસિહને બાતમી મળેલ કે ” બે ઇસમો નાગરવાડા ચાર રસ્તા પાસે પટેલવાડીના નાકા ઉપર આવેલ સ્પાર્ક બેટરીની દુકાન ઉપર બે ટ્રકની બેટરી વેચવા માટે આવેલ છે” વિગેરે બાતમી હકિકત આધારે બંને ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓમાં અનીલ મહેન્દ્રભાઇ ગોહીલ રહે. શેરખીગામ પીરોદનગર સીમ વિસ્તાર તા.જી વડોદરા અને મહેન્દ્ર રાજેન્દ્રસિંહ પરમાર રહે. ગામ અકોડીયા ગામ પીરોદનગર તા.જી વડોદરા જણાયા હતાં. ઝડપાયેલ બે આરોપીઓએ તા. ૩/૧૨/૨૦૨૧ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં નવા બંધાતા બોમ્બે દીલ્હી બ્રીજ અબાલા તળાવ શેરખીગામ પાસેથી બેટરી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં બે બેટરી જે એક બેટરીની કીમત રૂ. ૫૦૦૦/- ગણી શકાય જે બંને બેટરીની કુલ મુદ્દામાલ – કીમત રૂ. ૧૦,૦૦૦ પોલીસે કબ્જે કરેલ છે વધુ તપાસ કારેલી બાગ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના રાજપારડી પોલીસે શંકાસ્પદ ૧૧ જેટલા મોબાઈલ સાથે એક ગઠિયાને ઝડપી પાડયો.

ProudOfGujarat

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

આજે વર્લ્ડ હેરિટેજ ડે : માત્ર ઈમારતો જ હેરિટેજ નથી હોતી, ઝાડ પણ હેરિટેજ હોય છે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!