Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુભ વેડિંગ અને લાઇફ સ્ટાઈલ એવોર્ડ – ૨૦૨૧ ની સીઝન ૪ માટે વડોદરાના મન લિંબચિયાની કરાઇ પસંદગી.

Share

વડોદરાના યુવાન મન લીંબચિયાને તાજેતરમાં જયપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના બેસ્ટ વેડિંગ પ્લાનરનો એવોર્ડ મળ્યો છે. બોલીવુડના જાણીતા અભિનેત્રી દિયા મિર્ઝાના હસ્તે તેમને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ અનુરાગી અને કુંડળ ધામના સત્સંગી શ્રી મન લીંબચિયા ૨૦૧૮ થી યુવા વયે આ ઉભરતા વ્યવસાયમાં જોડાયા હતા અને પોતાની કુશળતા અને દેવ કૃપાથી ટુંક સમયમાં આ વ્યવસાયમાં સફળતાની સાથે વડોદરાના ઉત્તમ વેડિંગ પ્લાનરમાં સ્થાન પામ્યા છે. તેઓ તેમની સિદ્ધિને ભગવાન સ્વામીનારાયણમાં અપાર આસ્થાના પ્રસાદ તરીકે મૂલવે છે. શુભ વેડિંગ એન્ડ લાઇફ સ્ટાઈલ એવોર્ડ – ૨૦૨૧ ની સીઝન ૪ હેઠળ તેમની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી.

Advertisement

Share

Related posts

ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે ત્રણ અલગ-અલગ કામોનું ખાતમુહૂર્તકરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આઠમ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!