Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

Share

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે વડોદરા નજીક નંદેસરી જી.આઈ.ડી.સી ની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળની સમિતિના સભ્યોએ નદેસરી જી.આઈ.ડી.સી ના હોદેદારો સાથે બેઠક યોજી નદેસરીમાં કાર્યરત વિવિધ ઔધોગિક એકમોની જાણકારી મેળવી સાથેની પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. સમિતિએ સ્થાનિક લોકોની પણ રજૂઆતો સાંભળી હતી.

સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશે જણાવ્યું કે નંદેસરી જી.આઈ.ડી.સી માં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત ઔધોગિક એકમો દ્વારા હવા પ્રદુષણ નિયંત્રણ અંગે લેવાયેલ વિસ્તૃત પગલાંઓ સહિત ઉધોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કરી તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગેની વિસ્તૃત જાણકારી સમિતિના સભ્યોએ મેળવી છે. સમિતિ તેનો અભ્યાસ કરી સરકારને જરૂરી ભલામણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નંદેસરી જી. આઈ.ડી.સી.ના પ્રમુખ ભરતભાઈ શાહે જી.આઇ.ડી.સી સહિત આસપાસના વિસ્તારમાં પ્રદુષણ નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે પાવર પોઇન્ટ નિદર્શન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સમિતિના સભ્યોએ સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ, જી.આઈ.ડી.સી પાણી પુરવઠા પ્લાન્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગીય અધિકારી આર.બી.ત્રિવેદી, એન. આઈ. એ.ના હોદેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગનાં અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી.

ProudOfGujarat

વડોદરા : દંતેશ્વરની વ્હાઇટ હાઉસની સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!