વડોદરામાં નશાકારક દ્રવ્યોની હેરાફેરી, ખરીદ વેચાણ રોકવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સારુ એસ.ઓ.જીની ટીમ વોચમાં હતી તે દરમ્યાન નશાકારક ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.
ગેરકાયદેસર દ્રવ્યોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા તેમજ યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને ડામવા માટે આજે કરજણ ભરથાણા ટોલનાકે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન એક ઈસમ હરદીપસિંહ રણજીતસિંહ ગોહિલ ઉર્ફે હંસનાથ ગુરુ ભૂતનાથ ઉંમર વર્ષ 55, ધંધો- પૂજારી, રહેવાસી રતનવાવ ભોળાનાથ મંદિર ચીતલ તાલુકો જીલ્લો અમરેલી પાસેથી સઘન ચેકિંગ દરમિયાન ટોલનાકે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર જીજે 01 NH 9036 લઈને શંકાસ્પદ રીતે જતાં તેની ગાડીની ડીકીમાંથી બે કિલો ગાંજો કિંમત રૂપિયા 20,930 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.47,780 નો મુદ્દામાલ પકડી આરોપીની અટકાયત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.