Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિલાઓની સતામણી કરતા રોમિયો ચેતી જજો: વડોદરામાં છટકું ગોઠવી રોમિયોગીરી કરતા શખ્સને ઝડપી પાડયો.

Share

વડોદરામાં એક મહિલાને મોબાઈલ ફોનમાં સતત મેસેજ કરી સતામણી કરતા શખ્સને પાણીગેટ શી ટીમે ઝડપી પાડયો છે.

વડોદરા શહેરમાં ઝોન-3 માં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે હેરાનગતિ કરતા રોમિયોગીરી કરતા ટપોરીઓને પકડવા માટે તાજેતરમાં જ સૂચનાઓ આપવામાં આવેલ હોય જે અનુસંધાને ફરિયાદી બેનને મોબાઇલ ફોન પર મેસેજ કરી હેરાનગતી કરીને જાતીય સતામણી કરતો હતો. આ મામલે મહિલાએ પાણીગેટ પોલીસમાં ફરિયાદ આપી હતી જેમાં એક યુવાન હેરાનગતિ કરતો હોય તેવી વિગતો પ્રાપ્ત થતાં સી ડિવિઝન પોલીસે મહિલાની છેડતી કરતાં રોમિયોગીરી કરતા આરોપીઓને પકડી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પ્રભુનાથ રામકુમાર મિશ્રા રહે. 303 સ્વામિનારાયણ નિકેતન સોસાયટી એલ એન્ડ ટી નોલેજ સિટી પાસે, માધવપુરા, વાઘોડિયા રોડ, વડોદરા જેણે પોતાનું રહેણાંકનું સરનામું બદલી લીધેલ હોય તેમ છતાં પી આઈ કે પી પરમાર અને એમ આર રાઠવા દ્વારા મહિલાઓની જાતીય સતામણી કરતા આરોપીને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સમક્ષ ipc કલમ 354 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVPનો વિરોધ-કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ….

ProudOfGujarat

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

ProudOfGujarat

CBI એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!