Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રોહિબિશનનાં ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓની અટકાયત કરતી વડોદરા શહેર પોલીસ.

Share

આગામી નાતાલના તહેવારોને અનુસંધાને વડોદરા પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે દારૂના ગુનામાં સંડોવાયેલા અને પાસા એક્ટ હેઠળ અટકાયત કરેલ ચાર આરોપીઓને અલગ-અલગ જેલ ખાતે અટકમાં રાખવા મોકલી આપ્યા છે.

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને (1) જાવેદ ઉર્ફે મુલ્લો ગુલામરસુલ શેખ રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેરને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો (2) રીયાઝ ગુલામરસુલ શેખ રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેરને જામનગર મધ્યસ્થ જેલમાં મોકલાયો (3) ફરાનખાન યાસીનખાન પઠાણ રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેરને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયો (4) શકીલ મલંગમીયા શેખ રહે. સોદાગર આઇસ ફેક્ટરીના કંમ્પાઉન્ડમાં, પ્રતાપગંજ, વડોદરા શહેરને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયો. જેઓને પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂ. 25,07,714 નો મુદ્દામાલ અને સયાજીગંજ વિસ્તારમાંથી શકીલ શેખને રૂ. 54,800 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના વીસા ફળીયામાં જર્જરીત મકાન ધરાશાય થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!