વડોદરા: 10×12ની ઓરડી, એક ખાટલો અને સામાન મુકવા અભરાઈ. રેલવેના પેન્શનમાં બહેન અને ભાણીની જવાબદારી સાથે માંડ ગુજારો કરી રહ્યા છે. ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવીને ગૌરવ અપાવનારા શહેરના સ્પોર્ટ્સ વુમન રઝિયા શેખ. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય 49 મેડલ મળ્યા છે પરંતુ તે શોભે તેવી જગ્યા તેઓ આમદનીમાંથી બનાવી શક્યા નથી.- રઝિયા શેખ, ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ વુમન
દિલ્હીમાં ઇન્ટરનેશનલ એથ્લિટ મીટમાં 47.80 મીટરે ભાલો ફેંક્યો
રઝિયા શેખે આપવીતી જણાવતા કહ્યું હતું કે, 12 વર્ષની હતી ત્યારે પહેલીવાર ક્રિકેટના મેદાને ઉતરી. પીચ પર પાણી નાખી રોલર ફેરવતી. પિતા ક્રિકેટર હતા જેથી મને ક્રિકેટ રમવું ગમતું હતું. જે માટે હું શાળાનો કોટ કૂદીને જતી. 1975-76માં શાળામાંથી મેં પોલોગ્રાઉન્ડ સામેની સેન્ટ્રલ એક્ઝાઇઝની ઓફિસ પાસે 100-200 મીટર દોડ, લોન્ગ જમ્પ, ગોળા, ચક્ર અને ભાલા ફેંકની રમતો રમાઈ હતી. જેમાં ભાગ લીધો અને દરેક રમતમાં પ્રથમ પુરષ્કાર પ્રાપ્ત કર્યું. પિતા રેલવેમાં હતા અને પહેલીવાર 19776-77માં મને તેમણે વેસ્ટર્ન રેલવેની 8 ડિવિઝન ટુર્નામેન્ટમાં ભાગ લેવા કહ્યું. જેમાં દોડ, ગોળા, ચક્ર અને ભાલા ફેંકમાં ઓલ ડિવિઝન પ્રથમ આવી. ત્યારથી નેશનલ રમવાની શરૂઆત થઇ.
મેડલ્સ સળિયા પર લટકાવવા પડે છે, રાંધવાના વાસણો બાથરૂમની અભરાઇ પર મૂકવા પડે છે
1993 બાદ રેલવેની સિલેક્શન કમિટીમાં સ્થાન મળ્યું. 1985માં પ્રથમવાર વર્લ્ડ રેલવે એથ્લેટિક્સમાં ભાગ લીધો. એ જ વર્ષે જકાર્તામાં રમાયેલી એશિયન એથ્લેટિકમાં ભાગ લીધો. 1986નું વર્ષ મારા માટે લકી સાબિત થયું. તે વર્ષે દિલ્હીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ એથ્લિટ મીટમાં 47.80 મીટરે ભાલો ફેંકી નેશનલ રેકોર્ડ સ્થાપ્યો. રમત ગમતમાં દેશ માટે ઘણું યોગદાન આપ્યું. છતાં રેલવેના પેન્શનને આધારે જીવન કપરું જઇ રહ્યું છે.
મારા ઈન-આઉટ સ્વિન્ગને લીધે કિરણ મોરે ક્રિકેટર બન્યા હતા
હું ક્રિકેટમાં બોલિંગ કરતી. ઈન-આઉટ સ્વિન્ગમાં નિપુર્ણ હતી. કિરણ મોરેને જયારે વિકેટ કીપર તરીકે પ્રેક્ટિસ કરવાની હતી ત્યારે મને ઈન-આઉટ સ્વિન્ગ કરવા બોલાવવામાં આવી. મારી બોલિંગના કારણે કિરણ મોરે ક્રિકેટર બન્યો હતો..સૌજન્ય DB