આજે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં નેશનલ પ્લાઝા બિલ્ડિંગને અનેકવાર નોટીસ અને ચેતવણી આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગેની જરૂરી સુવિધા સમય વિત્યા બાદ પણ ઉભી ન કરાતાં સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
અવારનવાર વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી નેશનલ પ્લાઝા નામની બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વારંવાર ફાયર સેફટીના સાધનોને લઈને નોટિસ પાઠવવામાં આવી હોય તેમ છતાં બિલ્ડિંગના સંચાલકો દ્વારા બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોને લઈને કોઈ ગંભીરતા ન દાખવવામાં આવતા કોઈ ફાયર સેફ્ટીની પ્રોટેકશન ગોઠવવામાં ન આવતા આજે કમિશનર અને ચીફ ફાયર ઓફિસર વડોદરાના કહેવાથી આ સમગ્ર બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેમજ આ વિસ્તારમાં આવેલી અન્ય બિલ્ડિંગોને પણ તાકીદે નોટિસ પાઠવવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો બિલ્ડીંગની બહારના ભાગમાં મૂકવામાં આવે નહીં તો અન્ય બિલ્ડીંગ ધારકોની બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવશે આ બનાવના પગલે કોમર્શિયલ કોમ્પલેક્ષ અને બિલ્ડીંગ ધરાવતા માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વડોદરાના અલકાપુરીમાં નેશનલ પ્લાઝા બિલ્ડિંગમાં ફાયર સેફટી ન હોવાથી સીલ કરાયું.
Advertisement