ગત તારીખ ૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાયેલી કરજણ તાલુકાની ૨૨ તેમજ એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓની મંગળવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરજણ તાલુકા સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. વહેલી સવારથી જ ચૂંટણીમાં ઝંપલાવનાર પેનલોના ઉમેદવારો તેઓના સમર્થકો સાથે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્યારે હારેલા ઉમેદવારો હતાશ નજરે પડ્યા હતા. વિજેતા સરપંચ તેમજ સદસ્યોના ઉમેદવારોના મુખ પર જીતની ખુશી જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોના સમર્થકો વિજેતા સરપંચના ઉમેદવારોને હારતોરા કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોઈ અપ્રિય ઘટના ન સર્જાય એ માટે કરજણ પોલીસ દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે પોલીસ ખડકી દેવાઈ હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement