Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ.

Share

વડોદરાના કારેલીબાગમાં તાજેતરમાં મોબાઈલ ફોન, પાણી કાઢવાની મોટર સહિતની વસ્તુઓ ચોરેલ હોય જે મુજબની ચોરીની ફરિયાદ IPC કલમ -380 મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય જે ગુના સબબ પોલીસ સ્ટાફને સૂચના અપાતા આરોપીને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો.

આ બનાવની મળતી વિગતો અનુસાર શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે વડોદરા એચ ડિવિઝનની સૂચનાને આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ-A માં ચોરીની ફરીયાદ નોંધાયેલ આ ફરિયાદના આધારે સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો વનરાજસિંહ તથા પો.કો જયેશ ફતાભાઈને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળતા એક શખ્સ પાસેથી ચોરાઈ ગયેલ માલ સામાન મળી આવતા આ કામના આરોપી વિશાલ કંચન પરમાર રહેવાસી 177 સ્લમ ક્વાર્ટસ, તુલસીવાડી, કારેલીબાગ વડોદરા પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. 9990/-, એક ઇલેક્ટ્રીક પાણી કાઢવાની મોટર કિંમત રૂપિયા 2000/- મળી કુલ રૂપિયા 11,990 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી સફળ કામગીરી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા તાલુકાના વછનાદ ખાતે ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું નામ બદલી કલેશ્વરી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!