વડોદરામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે અને અનડિટેકટ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ CP ડૉ.શમશેર સિંઘ તથા ADD.CP ચિરાગ કોરડીયા સહિતના તરફથી ક્રાઇમ બ્રાન્ચના DCP જયદીપસિંહ જાડેજા તથા ACP ડી.એસ.ચૌહાણના માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના PI આર.એ.જાડેજાની દોરવણી હેઠળ તમામ અધિકારીઓએ સતત સતર્ક રહેતા હોય અને શહેરમાં પેટ્રોલીંગ અર્થે જુદી-જુદી ટીમ કાર્યરત હોય.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ વી.આઈ.ખેરની ટીમના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન માહિતીના આધારે અકોટા રોડ દિનેશ મિલ પાસેથી વજનદાર કોથળા સાથે ચિરાગ રમેશ ઠાકોર રહે. 60, મહાકાળી સોસાયટી, સ્વાતિ સોસાયટી પાસે, ન્યુ સમારોડ વડોદરાને નોઝલ વાલ નંગ – 5 કિં.રૂ. 5000/- સાથે ઝડપી પાડવામાં આવ્યો હોય, પોલીસ દ્વારા આરોપીની પૂછતાછ કરવામાં આવતા મુદ્દામાલનું કોઈ બિલ મળી આવેલ ન હોય અને સધન પૂછતાછ દરમિયાન આ અગાઉ પણ વડોદરાના છાણી તથા સમા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય તેમ જણાવ્યુ હતું.