ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતાં જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવતા વાલી મંડળે જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવા માંગ કરી છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. વડોદરામાં કોરોના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે જેના પગલે આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યુ છે અને વડોદરાની શાળાઓમાં કોરોના ટેસ્ટની શરૂઆત કરતાં વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. શાળામાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થતાની સાથે જ કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ફરી એક વખત નવરચના નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 3 નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ શાળાના સંચાલકોએ તાબડતોબ ઓફલાઇન શૈક્ષણિક કાર્યો બંધ રાખ્યા છે અને શાળાનું કાર્ય ફરી એક વખત ઓનલાઇન શરૂ કર્યું છે.
વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.
Advertisement