લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા દ્વારા ગણનાપાત્ર પ્રોહીબીશનનો કેસ કરવામાં આવ્યો હતો જેની વિગત જોતા એમ.એસ.ભરાડા, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા સુધિરકુમાર દેસાઇ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા તથા આગામી ગ્રામ પંચાયત ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લામાં દિન -૧૦ સુધી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હતું. તે મુજબ રાતના એલ.સી.બી.ની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુંટણીલક્ષી કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન ચોકકસ બાતમી હકિકત આધારે સાવલી પોલીસ સ્ટેશનની હદના ચાંપાનેર ફાટક પાસેથી ટાટા ૪૦૭ ટેમ્પામાંથી વિદેશી દારુ સાથે એક ડ્રાઇવર ઇસમ નામે લક્ષ્મણભાઇ ભગારામ રબારી રહે. રેલવે ફાટક સામે, આમેઠ, તા.આમેઠ જી.રાજસમદ ( રાજસ્થાન ) નાને પકડી, ટેમ્પામાંથી જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૧૦૨૦ કિ.રૂ. ૩,૨૧,૬૦૦/- તથા મોબાઇલ ફોન -૦૧ રૂ. ૫૦૦/- તથા ટેમ્પો કિ. રૂ .૨,૦૦૦,૦૦૦ /- મળી કુલ રૂ ૫,૨૨,૧૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત વિદેશી દારુ કયાંથી અને કોની પાસેથી ભરી લાવેલ છે તે બાબતે પૂછપરછ કરતા વિદેશી દારૂ રાજુભાઇ લુહાર રહે. ઉદેપુર ( રાજસ્થાન ) નાએ ભરી આપેલ હોવાની હકિકત જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવી પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.
Advertisement