વડોદરા જિલ્લાના સરહદી ગામ સાંસરોદ પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે રૂપિયા ૮૬,૪૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટાફના પોલીસ માણસો સાથે કરજણ ને.હા.નં ૪૮ ઉપર પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.પો.કો. વિનોદકુમાર કિશનસિંહ બાન નાઓને બાતમી હકિકત મળેલ કે, નેશનલ હાઇવે નંબર ૪૮ પર સાંસરોદ ગામની સીમમાં આવેલ સ્વાજી ઈન હોટલથી ભરૂચ તરફ ૧૦૦ મીટર જેટલુ આગળ અંધારામાં એક ઈસમ લીલા તથા પીળા કલરના પટ્ટાવાળુ સ્વેટર પહેરી તથા અન્ય એક ઈસમ રોડની સાઈડમાં પ્લાસ્ટીકના કંતાનના પાર્સલો લઈ શંકાસ્પદ રીતે ઉભેલ છે.
જે બાતમી હકીકત આધારે સાથેના હાજર સ્ટાફ સાથે સદરી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી (૧) પ્રવિણ ઉર્ફે પ્રિન્સ ગણેશલાલ ડાંગી ઉં.વ .૧૮ રહે.ફેરનીયો કાગુડા, પંચાયત થુર, થાણા અંબામાતા, તા.બડગાંવ જી.ઉદેપુર (રાજસ્થાન) તથા નાસી જનાર (ર) નરેશ મેઘવાલ રહે.સીપાલા જી.રાજસમંદ (રાજસ્થાન) પોતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પાઉચ નંગ ૮૬૪ કિ.રૂ. ૮૬,૪૦૦ /- તથા મોબાઇલ નંગ – ૦૧ કિ.રૂ.૫૦૦૦ /- મળી કુલ કિ.રૂ .૯૧,૪૦૦ /- નો મુદ્દામાલ લાવી આરોપી નંબર (૩) વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી પ્રવીણ દાંગીને પોલીસે સ્થળ ઉપરથી ઝડપી પાડયો હતો. જ્યારે નરેશ મેઘવાલ ફરાર થઇ ગયો હતો તથા દારૂ મંગાવનાર જેના નામ સરનામાની ખબર નથી તે સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો. ગુજરત રાજ્યમાં દારૂ બંધી હોવા છતા દારૂની હેરાફેરી કરવાનું કાવત્રુ રચી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તેઓ ત્રણેય વિરૂધ્ધમા અ.પો.કો. વિનોદકુમાર કિશનસિંહ નાઓએ પ્રોહીબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ