પ્રાકૃતિક ખેતી અંતર્ગત આણંદ ખાતે પ્રથમ કોંકલેવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા ખેડૂતો વડોદરા ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
ખેડૂતો આત્મનિર્ભર બની પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરી ખેતી કરે તેવા હેતુ સાથે આણંદ ખાતે પ્રથમ પ્રાકૃતિક ખેતી કોંકલેવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં થઇ રહ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા. ત્યારે વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે પણ આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ યોજાયું હતું.
જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ, વડોદરા શહેર ભાજપા મહામંત્રી જશવંત સિંહ સોલંકી તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કોંકલેવમાં જોડાયા હતા. આ કોંકલેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજયપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને લઇને ઊંડાણ પૂર્વક માહિતી ખેડૂતોને પુરી પાડવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી માટે કુદરતી ખાતર કેવી રીતે બનાવવું તે અંગે પણ સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમમાં જોડાયેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી.
વડોદરા : પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે પ્રાકૃતિક ખેતી કોન્કલેવ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ યોજાયું.
Advertisement