વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને તેનો એક પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યો છે, જેને પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સ્કૂલમાં છેલ્લે ગત શુક્રવારે આવ્યો હતો, વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થી અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્કૂલ મેનેજમેન્ટએ જણાવ્યુ હતું કે અમે સમયસર વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી દીધી હતી અને વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ક્લાસ બંધ કરી દીધો છે અને અન્ય કોઈ વિદ્યાર્થી કે શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો નથી.
નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો મામલે ડી.ઈ.ઓ નવનીત મહેતાએ મોટું નિવેદન આપતા જાણવ્યું હતું કે નવરચના સ્કૂલે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવવાની જાણકારી મોડી આપી હતી અને નવરચના સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારી છે.