– છ આઈશર ટેમ્પામાં ભરીને લઈ જવાતો રૂ.૧૯,૧૫,૨૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો….
આઇશર ટેમ્પામાં કલર લઈ જવાઈ રહ્યા છે તેવી બિલ્ટી બનાવી જંગી જથ્થામાં લઈ જવાતો વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય એલ સી બી પોલીસે ઝડપી પાડ્યો હતો. આગામી ગ્રામ પંચાયત ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જીલ્લામાં દિન -૧૦ સુધી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , જે ડ્રાઇવ દરમ્યાન વધુ માં વધુ પ્રોહીના કેસો શોધી કાઢવા તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધવા માટે અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતી આચરતા ઇસમો ઉપર નાકાબંધી અને વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરાએ તાબાના સ્ટાફને વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે એલ.સી.બી. ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક આઇશર ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને સદરહું આઇશર ટેમ્પો હાલોલ રોડ ઉપર થઇ વડોદરા તરફ જનર છે, જે હકિકત આધારે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ સામે હાલોલથી વડોદરા જતી ટ્રેક ઉપરથી ઉપરોકત બાતમી હકિકતવાળી આઇશર ગાડીને ઝડપી પાડી તેમાં હાજર એક ડ્રાઇવર ઇસમ જલારામ ઘીમારામ બિશ્નોઇ રહે. અલીવાવ, થાણા ચિતલવાણા, તા – સાંચોર જી- ઝાલોર રાજસ્થાનને પકડી ટેમ્પામાં ચેક કરતા જુદા જુદા માર્કાની વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે કુલ બોટલો નંગ -૪૭૮૮ કિ.રૂ.૧૯,૧૫,૨૦૦ / – તથા આઇશર ટેમ્પો કી.રૂ. ૮,૦૦,૦૦૦ / તથા મોબાઇલ ફોન -૦૧ રૂ .૧૦,૦૦૦ / – તથા અન્ય સાધનો મળી કૂલ રૂ.૨૭,૨૫,૨૦૦/ – નો મુદ્દામાલ કબ્જે કરી , વિદેશી દારૂ કોને ભરી આપેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા વિદેશી દારૂ હીરાલાલ ભકતારામ બિશ્નોઇ રહે . બાવેલ્લા , તા – સાંચોર , રાજસ્થાન રાજય વાળા ઇસમે ભરી આપેલ હોવાની હકિકત જણાવતા પકડાયેલ તેમજ નહી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવી પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે . ઉપરોકત કબ્જે કરવામાં આવેલ વિદેશી દારુ બિશ્નોઇ – મારવાડી ગેંગ ધ્વારા ભરીને મોકલેલ હોવાની હકિકત જણાઇ આવેલ છે અને આરોપીઓ ધ્વારા વિદેશી દારુ ગુજરાતમાં ઘુસાડવા માટે આઇસર ટેમ્પામાં એશિયન પેઈન્ટ્સ ભરેલ હોવાની ખોટી બીલ્ટીઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ હોય જેથી આ કામે પ્રોહીબીશન કલમોની સાથે ઇપીકો કલમ મુજબનો પણ ઉમેરો કરવામાં આવેલ છે.