વડોદરાના મકરપુરા વિસ્તારમાં ધર્માતરણ અંગે ચોંકાવનારી બાબત સપાટી પર આવતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. મકરપુરામાં આવેલી મિશનરી ઓફ ચેરીટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધમાં ધર્મ પરિવર્તનની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનની મુલાકાતમાં ધર્માતરણ અંગેનો ઘટસ્ફોટ થતા સૌ ચોંકી ઉઠ્યા હતાં. બાળકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની બાબતો આવી ધ્યાનમાં અને બાઇબલ ભણાવવામાં આવે છે અન્ય સમાજમાં લગ્ન કરાવવામાં આવે છે તેમજ યુવતીઓએ ક્રોસના સિમ્બોલ પહેરેલા જોવા મળ્યા હતાં. નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રનની સૂચના બાદ વડોદરા કલેકટર દ્વારા કમિટીનું ગઠન કરાયું હતું.
આ કમિટીના એક સભ્ય એવા સમાજ સુરક્ષા અધિકારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી બાબતો સપાટી પર આવે તેવી સંભાવના જણાઈ રહી છે. પોલીસ ફરિયાદ કલમ 295 સી ૨૯૮ અને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ મુજબ નોંધવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.