Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નાગરવાડામાં ગાયે દિવ્યાંગ યુવકને 10 થી વધુ ભેટી મારી.

Share

સોમવારે નાગરવાડા વિસ્તારમાં સવારે પગપાળા જઈ રહેલા દિવ્યાંગને ગાયે ભેટી મારી ઇજાગ્રસ્ત થયો હતો. ગાયે દિવ્યાંગ યુવકને 30 સેકન્ડ સુધીમાં નીચે પટકી 15 ભેટી મારી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

નાગરવાડાના રહેતો દિવ્યાંગ યુવક રામદેવપીર મંદિરથી હરિજનવાસ તરફ પગપાળા જઈ રહ્યો હતો ત્યારે જ રખડતી બે ગાયોમાંથી એક ગાયે યુવકને ભેટી મારતા યુવક બેભાન થઇ ગયો હતો. જોકે ત્યારબાદ પણ ગાયે યુવકને છોડયો નહિ અને ગાયે યુવાનને નીચે પટકી 15 વખત ભેટી મારી ત્યારે આસપસના લોકોએ ભેગા થઇ જતા લોકોએ ગાયોના ચંગુલમાંથી દિવ્યાંગ યુવકને બચાવ્યો અને તેના પરિવારને જાણ કરી પરિવાર ઘટના સ્થળે પહોંચ્યા બાદ એક કલાકે યુવક હોશમાં આવ્યો હતો. શહેરને 15 દિવસમાં ઢોર મુક્ત કરવાનું અભિયાન સવા બે મહીને પણ પૂરૂ થયું નથી ત્યારે શહેરીજનો ભોગ બની રહ્યા છે.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટીએ સંગઠનના ચોથા માળખાંની યાદી બહાર પાડી, આ નામોનો સમાવેશ.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વચ્ચે નવરાત્રીની ઉજવણી.

ProudOfGujarat

ગાંધીનગર : ‘વૈશ્વિક પરિપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ’ નું વિમોચન શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!