વડોદરાની સયાજી મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જુનિયર ડોક્ટરો પણ નિભાવતા હોય છે સતત ત્રીજા દિવસે આજે તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે કે તેઓની ભરતી કરવામાં આવે અને તેમને યોગ્ય સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો વૈશ્વિક મહામારી કોરોના કાળમાં વર્ષ 2020 માં સતત ખડેપગે રહ્યા હોય આથી તેઓનો કોર્સ પૂરો કરી તેમની તમામ માંગણીઓ પૂરી કરે તેની સાથે સુપ્રિટેન્ડેન્ટ કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ આજે તબીબો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. તબીબો દ્વારા આજે બ્લેક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તબીબોની માંગ છે કે જુનિયર તબીબી સેવા આપતા ડોક્ટરોને પણ ત્રીજી લહેરને લઈને સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તબીબી હડતાળને કારણે તમામ રોગોની ઓપીડી બંધ છે, આઈસીયુ ની સેવાઓ પણ બંધ છે અને ઈમરજન્સી વોર્ડ પણ બંધ રાખવામાં આવ્યો છે. તબીબોની હડતાળના કારણે આરોગ્યલક્ષી સેવાઓ પર ગંભીર અસરો થઇ રહી છે.
વડોદરામાં તબીબી હડતાળના કારણે આરોગ્ય સેવાઓ ઠપ…
Advertisement