વડોદરા શહેર કોઠી ચાર રસ્તા પાસે આવેલી કલેક્ટર કચેરી ખાતે ચાપડ, સરાર, ભાલીયાપુરા, ચિખોદ્રા તથા અન્ય ગામોની સહકારી મંડળીના આગેવાનો તથા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેઓએ વડોદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચણાના ખરીદ વેચાણના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેના કારણે મહેનત કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. જોકે આવેદનપત્રમાં તેઓએ વડોદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરલાબેન પટેલ તથા તેઓના પતિ તથા પૂર્વ ચેરમેન શૈલેષભાઈ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા. તેથી આ મામલામાં યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ભ્રષ્ટાચાર કરાયેલા નાણા વસુલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ આવેદન આપી રજૂઆત કરી.
Advertisement