Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના દેરોલી ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી ફોર્મ ચકાસણીમાં કાયદા વિરુદ્ધ ફોર્મ ચકાસ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ.

Share

કરજણ તાલુકાના દેરોલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ચકાસણી કર્યા વગર ફોર્મ મંજુર કરવાના વિવાદે ભારે જોર પકડ્યું છે. જે સંદર્ભે દેરોલી ગ્રામજનો દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડેરોલી ગામના તીનીબેન રમેશભાઈ વસાવાએ જ્યારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરતી વખતે તેઓએ શૌચાલય બનાવ્યું ન હતું. તેમ છતાં તીનીબેનને શૌચાલય બનાવ્યાનો ગામના તલાટીએ ખોટો દાખલો આપ્યો હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે ગત તારીખ ૬ ડિસેમ્બરના રોજ વાંધા અરજી આપવા છતાં કોઈપણ પ્રકારના વાંધા સૂચનો સ્વીકારવામાં આવ્યા ન હોવાના આવેદનમાં આક્ષેપ કર્યા હતા.

રાજકીય દબાણ હેઠળ ફોર્મ મંજુર કર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય સામે પક્ષના ઉમેદવાર પ્રમિલા બેન સુરેશ ભાઈ તેમજ વસાવા ઊર્મિલાબેન ભીખાભાઈનું સરકારી લેણું બાકી નથી એ મુજબના ગ્રામ પંચાયતના દાખલા ઉમેદવાર પાસે હોવા છતાં રજૂ કરવાના હોય રજુ કર્યા ન હોય બન્ને ફોર્મ કાયદા વિરુદ્ધ પોતાની મરજી મુજબ રાજકીય દબાણ હેઠળ બન્ને ઉમેદવારોના ફોર્મ ના મંજૂર કર્યા હોવાના પણ આવેદનપત્રમાં આક્ષેપ કર્યા હતા. આવા નિર્ણયથી ગ્રામજનો દ્વારા વિરોધના ભાગરૂપે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તીનીબેનનું સરપંચનું ફોર્મ રદ કરાવવા માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. હાલ તો દેરોલી ગ્રામ પંચાયતનો મુદ્દો સમગ્ર કરજણ તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કે.ઈ.સી કેમ્પસમાં જવાહર બક્ષીના માનમાં ગઝલ સંધ્યા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

શહેરાના ગ્રામીણ પંથકમા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરુ

ProudOfGujarat

અંકલેશ્વરના બાગોમાં ગૌરીવ્રત નિમિત્તે ફક્ત બહેનોને જ એન્ટ્રી …!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!